Thursday, April 16, 2009
GOOD THOUGHTS FROM DEROD
******* સુવિચારોનું સરોવર *******
@ કોઇ પણ કામ સામાન્ય નથી. મનપસંદ કામ મળે તો મૂર્ખ પણ તેને પૂર્ણ કરે છે.
પરંતુ બુદ્ધિશાળી પુરૂષ તેઓ છે જે દરેક કામને મનપસંદ બનાવે છે.
@ જેણે પોતાના મનને વશમાં કરી લીધું, દુનિયાની કોઈ શક્તિ એની જીતને
હારમાં નથી બદલી શકતી.
@ બધી કળાઓમાં જીવન જીવવાની કળા શ્રેષ્ઠ છે સારી રીતે જીવી જાણે તે જ સાચો કલાકાર છે.
@ ધન કરતાં જ્ઞાન એટલા માટે ઉત્તમ છે કે ધનની રક્ષા તમારે જ કરવી પડે છે.
જ્યારે જ્ઞાન તો પોતે જ તમારી રક્ષા કરે છે.
@ કર્મ એ એવો અરીસો છે જે આપણને આપણું સ્વરૂપ બતાવી દે છે,
માટે આપણે કર્મનો આભાર માનવો જોઈએ.
@ સેવા હૃદય અને આત્માને પવિત્ર કરે છે. સેવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે.
સેવા જ જીવનનું પરમ લક્ષ્ય છે.
@ બીજા શું કરે છે તે સામું ન જોવું. પણ મારી શી ફરજ છે, તે વિચારનાર અને
જીવનમાં ઉતારનાર મહાન બને છે.
@ સફળતા કદી કાયમી હોતી નથી, તે જ રીતે નિષ્ફળતા પણ કાયમ માટે રહેતી નથી.
@ અસફળતા પોતાના આંચલમાં સફળતાનાં ફૂલ લઈને જ આવે છે.
@ તમારા મોંમા શું જાય છે તે મહત્વનું નથી પણ તમારા મોમાંથી શું નીકળે છે તે મહત્વનું છે.
@ કોઈ પણ પરિસ્થિતિમાં ગમે ત્યાં હો પરંતુ મનમાં કમજોરી આવવા ન દો.
જ્યાં રહો ત્યાં મસ્ત રહો.
@ જગતના દરેક જીવને ખુશી વહાલી છે. જે પોતાની ખુશી માટે બીજા જીવને મારે છે
એ ક્યારેય ખુશ નથી રહી શકતો.
@ ફકત એ જ આળસુ નથી જે કંઈ જ નથી કરતો, આળસુ તો એ પણ છે જે
વધુ સારું કામ કરી શકે છે, પણ કરતો નથી.
@ પ્રભુભક્તિમાં જેમ બને તેમ તત્પર રહેવું, મોક્ષનો એ ધુરંધર માર્ગ છે.
@ બુરાઈ નાવમાં છિદ્ર સમાન છે, તે નાનું હોય કે મોટું, નાવને ડુબાડી દે છે.
@ મનુષ્ય કેવી રીતે મરે છે તે મહત્વનું નથી, પરંતુ તે કેવી રીતે જીવે છે તે મહત્વનું છે.
@ પવિત્ર વિચારોનું સદા મનન કરવું જોઈએ અને હલકા સંસ્કારોને દૂર કરવા મથવું જોઈએ.
@ જગતમાં માણસ સિવાય જેમ બીજું કોઈ મોટું નથી, તેમ માણસના ચારિત્ર્ય
સિવાય બીજું કાંઈ પણ મોટું નથી.
@ જેની પાસે ધૈર્ય છે અને જે મહેનતથી ગભરાતો નથી; સફળતા તેની દાસી છે.
@ દાન આપતી વખતે હાથમાં શું હતું એ નહિ, પણ દિલમાં શું હતું એ જોવાનું છે.
@ જીવન શાંતિ માટે છે, જ્ઞાન માટે છે, પ્રકાશ માટે છે, સેવા અને સમર્પણ માટે છે.
@ ચિંતા ચિતાથી પણ વધારે ખરાબ છે. કારણ કે ચિતા તો નિર્જીવ વસ્તુને બાળે છે
પણ ચિંતા તો સજીવ શરીરને બાળે છે.
@ વિશ્વાસ એવી શક્તિ છે જે માનવીને જીવિત રાખે છે. વિશ્વાસનો અભાવ જ
જીવનનું અવસાન છે.
@ દુ:ખ અને મુશ્કેલી એ માનવીને શિક્ષણ આપતા બે શ્રેષ્ઠ ગુણ છે.
@ દરેક બીજ એ ખેડૂતને મન ધાન્યભંડાર છે, તેમ દરેક પળ એ જ્ઞાનીને મન જ્ઞાનભંડાર છે.
@ જીવન ટૂંકું છે અને જંજાળ લાંબી છે. જંજાળ ટૂંકી હશે તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે.
@ જીવન એક બાજી છે, જેમાં હારજીત આપણા હાથમાં નથી, પણ બાજી રમવી આપણા હાથમાં છે.
@ જો બીજાએ તમને ઈજા કરી હોય તો એ ભૂલી જજો, પણ તમે જો કોઈને
ઈજા કરી હોય તો એ કદી ભૂલતા નહિ.
**** ચાંદને તો દરેક લોકો ચાહે છે****
ચાંદને તો દરેક લોકો ચાહે છે,
ક્યારેક સૂરજને ચાહવાની કોશિશ તો કરો;
સુખ તો દરેક લોકો માંગે છે,
ક્યારેક દુઃખ માંગવાની કોશિશ તો કરો;
પ્રેમ તો દરેક લોકો કરે છે,
ક્યારેક નફરત કરવાની કોશિશ તો કરો;
વચન તો દરેક લોકો આપે છે,
ક્યારેક નિભાવાની કોશિશ તો કરો;
વિદેશ ગમનની દરેક લોકોની ઇચ્છા હોય છે,
ક્યારેક પોતાના દેશને ઓળખવાની કોશિશ તો કરો;
હવામાં ઉડવાની દરેક લોકોની ઇચ્છા હોય છે,
ક્યારેક આ ધરતી પર પગ જમાવવાની કોશિશ તો કરો .
જિંદગીને તો દરેક લોકો ચાહતા હોય છે,
ક્યારેક મૌતની પાસે જવાની કોશિશ તો કરો;
પોતાના માટે તો દરેક લોકો જીવતા હોય છે,
ક્યારેક બીજાના માટે જીવવાની કોશિશ તો કરો.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment